મીડિયાને રાજકારણીઓની મજાક કરતું રોકતા કાયદાની જરૂર: કુમારસ્વામી

બેંગલુરુ, તા.20: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એક ટીવી ચેનલમાંના વ્યંગ્યાત્મક કાર્યક્રમમાં રાજકારણીઓને હીણા પાડવાની થયેલી ચેષ્ટા બદલ આ ચેનલનો ઉધડો લેતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે મીડિયાને રાજકારણીઓની મજાક ઉડાવતું રોકવાનો કાયદો લાવવાનો સમય થઈ ગયો છે. તમને શું એમ લાગે છે કે અમે એમ મજાકને પાત્ર થવા સહેલાઈથી હાથવગા થઈ પડયા છીએ? બધું જ કટાક્ષમાં રજૂ કરવાની સત્તા તમને આપી કોણે ? - એવા સવાલ તેમણે કર્યા હતા.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer