સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજુ બે દિવસ વરસાદની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.20: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનના કારણે હજુ બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ સાથે તાપમાનમાં પણ વધારો થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઇ છે.  
રાજસ્થાન તરફ અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનને કારણે સામાન્ય વરસાદની આગાહી  હવામાન વિભાગે કરી છે. એક તરફ આંદામાન નિકોબારમાં ચોમાસુ બેસી ગયું છે તો બીજી તરફ ઉત્તર પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનોના કારણે તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઇ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer