શેખર કપૂરે `મિ. ઈન્ડિયા-2''ના અહેવાલને આપ્યો રદિયો

શેખર કપૂરે `મિ. ઈન્ડિયા-2''ના અહેવાલને આપ્યો રદિયો
1987ની સીમાચિન્હ સમાન ફિલ્મ `મિ. ઈન્ડિયા'ની સિકવેલ શેખર કપૂર અને અનિલ કપૂર ભેગા મળીને બનાવવાના છે, એવા અહેવાલને શેખર કપૂરે રદિયો આપ્યો છે. તેણે કહ્યું કે `મિ. ઈન્ડિયા'ની સિકવલ એટલે કે બીજી `મિ. ઈન્ડિયા' કદાપી બની જ નહીં શકે, કેમકે તેમાં શ્રીદેવીની ભૂમિકા ન હોય એવી કલ્પના કરવી જ અશક્ય છે કદાચ અનિલ કપૂર આ માટે સંમત થાય તો પણ બોની કપૂર પોતાની દિવંગત પત્ની સિવાય આ અદભુત ફિલ્મની સિકવેલની કલ્પના જ ન કરી શકે. આથી હાલપૂરતો તો આ ફિલ્મ પર પરદો પડી ગયો છે.

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer