ભારતીય ટીમને ફૂટબોલ વર્લ્ડ કપમાં રમતી જોવી છે ફરહાન અખ્તર

ભારતીય ટીમને ફૂટબોલ વર્લ્ડ કપમાં રમતી જોવી છે ફરહાન અખ્તર
ફિલ્મ `ભાગ મિલ્ખા ભાગ' બાદ બીજી સ્પોર્ટ્સ ફિલ્મ `તૂફાન'માં અભિનય કરનારો અભિનેતા ફરહાન અખ્તર કહે છે કે હું `તૂફાન'માં કાલ્પનિક પાત્ર ભજવું છું. પરંતુ મને રમતવીરનું પાત્ર બજાવવું સૌથી વધુ ગમે છે. અત્યાર સુધીના જીવનમાં હું ફૂટબોલ, વૉલીબૉલ, સ્વિમિંગમાં સક્રિય રીતે ભાગ લેતો આવ્યો છું. આમ છતાં સ્પોર્ટમેનના જીવન પર આધારિત ફિલ્મ માટે જે તાલીમ લેવાની હોય તે વિશેષ હોય છે. તૂફાનમાં તે હું જેવો છું તેવો જ જોવા મળીશ અને મને તે વાતનો આનંદ છે. 
ફરહાનના મતે રમત રમવાથી જીવનમાં શિસ્ત આવે છે. તેનાથી જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ જળવાઇ રહે છે. ટીમના ભાગરૂપે કોઇ રમત રમો છો ત્યારે તમને અનોખી અનુભૂતિ થાય છે. ફિલ્મો દ્વારા રમતવીરોના જીવનને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થાય છે તથા તેમને યોગ્ય સન્માન પણ મળે છે. 
સ્પોર્ટ્સની ફિલ્મો દ્વારા બાળકોને જીવનમાં રમતનું મહત્ત્વ સમજાવી શકાય છે એમ માનતો ફરહાન કહે છે કે આજે તો ભારતમાં ક્રિકેટ સિવાય પણ ઘણી રમતો લોકપ્રિય થઈ રહી છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત કેટલીક રમતોમાં પ્રથમ સ્થાન મેળવી રહ્યું છે. આમ છતાં આપણે ખેલકૂદ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવાની જરૂર છે. મારું સપનું તો ભારતને ફૂટબોલ વર્લ્ડ કપમાં રમતા જોવાનું છે. આશા રાખું છું કે ટૂંક સમયમાં તે સાકાર થાય. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer