હવે સંજય દત્ત કરશે `ડાન્સ નંબર''

હવે સંજય દત્ત કરશે `ડાન્સ નંબર''
થોડા દિવસ પહેલાં આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા પર એક તસવીર જારી કરી એવો નિર્દેશ આપ્યો હતો કે તેના પિતા મહેશ ભટ્ટની સિક્વલ `સડક-2'નું શૂટિંગ શરૂ થવાનું છે અને હવે એવું સંભળાઈ રહ્યું છે કે આ ફ્રેન્ચાઈઝમાં સંજય દત્ત એક ડાન્સ નંબરમાં દેખાવાનો છે.
ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં સંજય દત્ત એક અભિનેત્રી સાથે આઈટમ નંબર પર ડાન્સ કરી રહ્યો હતો. આ આઈટમ નંબર ખૂબ જ ધમાકેદાર છે. મૂળ ફિલ્મ સડક (1991)ની હીરોઈન પૂજા ભટ્ટ પણ સેટ પર મોજૂદ રહી હતી. `સડક-2' દ્વારા મહેશ ભટ્ટ બે દાયકા બાદ દિગ્દર્શનની જવાબદારી સંભાળે છે.

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer