ફિલ્મ`સાહો''માં સલમાન કેમિયો કરશે?

ફિલ્મ`સાહો''માં સલમાન કેમિયો કરશે?
પ્રભાસની આગામી ફિલ્મ `સાહો'માં શ્રદ્ધા કપૂર અને નીલ નીતિન મુકેશની જોડી મહત્વની ભૂમિકામાં છે પરંતુ હવે એવી વાતો સંભળાઈ રહી છે કે ફિલ્મના નિર્માતાઓ દ્વારા `કેમિયો' કરવા માટે બોલીવૂડના એક સૌથી મોટા કલાકારનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે અને આ નામ બીજા કોઈનું નહીં પણ સલમાન ખાનનું છે, જેની બહુચર્ચિત ફિલ્મ `ભારત' ટૂંક સમયમાં રજૂ થવાની છે. નીલ નીતિન મુકેશે ફિલ્મ `પ્રેમ રતન ધન પાયો'માં સલમાન સામે વિલનનો રોલ કર્યો હતો. હવે `સાહો' ફિલ્મ દ્વારા તેઓ ફરીથી સાથે અભિનય કરતાં જોવા મળશે. જો સલમાન `સાહો'માં કામ કરવા સહમત થશે તો આ વર્ષના સ્વતંત્રતા દિન પર તેની ફિલ્મ અક્ષયકુમાર અભિનિત `સૂર્યવંશી' સાથે ફરીથી ટકરાશે.

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer