કોહલી એકલો વિશ્વ કપ જીતાડી શકે નહીં સચિન

કોહલી એકલો વિશ્વ કપ જીતાડી શકે નહીં સચિન
ચોથા ક્રમના બેટધરની સમસ્યા નથી: ચહલ-કુલદિપ વિકેટ લેવા પર ફોકસ કરે

નવી દિલ્હી, તા.22: ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી સતત રન કરી રહ્યો છે અને પાછલાં કેટલાંક વર્ષોથી વિક્રમોની વણઝાર રચી રહ્યો છે. જો કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે કોહલી એકલો વિશ્વ કપ જીતાડી શકે નહીં. સચિનનું કહેવું છે કે ભારતે જો વિશ્વ કપ જીતવો હશે તો કોહલીના સાથમાં બીજા ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કરવું પડશે. એક મુલાકાતમાં સચિને કુલદિપ-ચહલની ભૂમિકા, ચોથા ક્રમના બેટધર અને ઇંગ્લેન્ડની સપાટ પીચોને લઇને ખુલ્લીને વાત કરી હતી.
શું વિરાટ પર એવું જ દબાણ હશે જેવું 1996, 1999 અને 2003ના વર્લ્ડ કપમાં આપ પર હતું ? જેના પર સચિને કહ્યં મેં દબાણ અનુભવ્યું નથી. તમારી પાસે દરેક મેચમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડી હોય, પણ ટીમનો સહયોગ ન મળે તો કાંઇ થઇ શકે નહીં. બીજા ખેલાડીની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. એવું ન થાય તો નિરાશા મળે છે.
ચોથા નંબર પર બેટિંગ કોણ કરે. તેવા સવાલ પર તેંડુલકરે કહ્યં કે હાલત અનુસાર નિર્ણય લેવાનો રહે. આપણી પાસે એકથી વધુ વિકલ્પ છે. મને કોઇ સમસ્યા લાગી રહી નથી. આપણા ખેલાડીઓ અનુભવી છે અને કોઇ ક્રમે રમી શકે છે. આ મુલાકાતમાં સચિન તેંડુલકરે વન ડે ક્રિકેટમાં બેટધરોની વધતી ભૂમિકા પર નિરાશા વ્યકત કરી હતી. તેણે કહ્યંy કે બે નવા બોલ અને સપાટ વિકેટને લઇને બોલરોની હાલાત ખરાબ થઈ ગઈ છે. એક ટીમ 350 કરે તો બીજી ટીમ આ સ્કોર 45 ઓવરમાં કરી લે. ફરી એક જ બોલથી વન ડે રમાડવામાં આવે તે વિચારવું જોઇએઁ. આથી બોલરોને રીવર્સ સ્વિંગ તો મળે.
સચિને એમ પણ કહ્યં કે વર્લ્ડ કપમાં કાંડાના સ્પિનરોને ભૂમિકા મહત્ત્વની રહેશે. ચહલ અને કુલદિપે પાછલી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીના નબળા પ્રદર્શનને મગજમાં રાખવાની જરૂર નથી. મુરલીધરનનું ઉદાહરણ આપતા કહ્યં કે ઓફ બ્રેક અને દુસરા ફેંકતો હતો. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer