મહિલા હોકી કોરિયા સામે બીજી મેચ જીતી શ્રેણી કબજે કરતું ભારત

મહિલા હોકી કોરિયા સામે બીજી મેચ જીતી શ્રેણી કબજે કરતું ભારત
નવી દિલ્હી, તા.22: ભારતીય મહિલા હોકી ટીમે એક ગોલથી પાછળ રહયા બાદ શાનદાર વાપસી કરીને આજે રમાયેલ બીજી મેચમાં દ. કોરિયા સામે 2-1 ગોલથી જીત મેળવી હતી. આ જીતથી ભારતીય મહિલા હોકી ટીમે ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી જીતી લીધી હતી. પહેલી મેચમાં પણ ભારતનો 2-1થી વિજય થયો હતો. આજે રમાયેલા બીજી મેચમાં ભારત તરફથી સુકાની રાની રામપાલે 37મી મિનિટે અને નવજોત કૌરે 50મી મિનિટે ગોલ કર્યાં હતા. કોરિયા તરફથી 19મી મિનિટે લી સ્યુગઝૂએ ગોલ કર્યોં હતો. બન્ને ટીમ શરૂઆતથી જ એક-બીજા પર દબદબો બનાવી રાખવા આક્રમક રમત રમી હતી. કોરિયાની મહિલા ટીમ કરતા ભારતીય મહિલા ટીમે આજના મેચમાં વધુ સારું આક્રમણ કર્યું હતું અને રક્ષાહરોળ પર સફળ રહી હતી.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer