સોનું બે સપ્તાહની તળિયે

સોનું બે સપ્તાહની તળિયે
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.22 : અમેરિકાના ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગની મિનિટ્સ પ્રસિદ્ધ થવાના થોડા સમય પહેલા સાનુકુળ સંકેતો વચ્ચે અને ચીન-અમેરિકા વ્યાપાર યુદ્ધ નરમ પડવાની શક્યતા વચ્ચે ડૉલર મજબૂત થયો હતો અને સોનું બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. આજે સવારે લંડન બુલિયન એક્સચેંજ ખાતે હાજર સોનું 0.1%ઘટી 1 ઔન્સના 1273.47 ડૉલર થયું હતું જે આગલા સત્રમાં 3 મે પછી સૌથી નીચુ 1268.97 ડૉલર થઈ ગયું હતું. જ્યારે યુ.એસ સોનું વાયદો 1 ઔન્સના 1273.20 ડૉલરે યથાવત હતો.
અમેરિકાએ ચીની ટેલિકોમ જાઈન્ટ હ્યુવેઇ ઉપરના નિયંત્રણો હળવા કરતા રાતોરાત વધેલા યુ.એસ. યિલ્ડના કારણે ડૉલર છેલ્લા 21 દિવસના ટોચના ભાવે પહોંચી ગયો હતો. આના કારણે સોનું ઘટયું હતું. સોમવારે અમેરિકાના વ્યાપાર ખાતાએ હ્યુવેઇ કંપન્ને અમેરિકાનો માલ લાવવા માટે અૉગસ્ટ માસ સુધીની મંજુરી આપી હતી. અમેરિકા ખાતેના ચીની રાજદુતે જાહેર કર્યું હતું કે ચીન વ્યાપાર મડાગાંઠ મામલે અમેરિકા સાથે  વાતચીત કરવા તૈયાર છે.
જોકે, હાલમાં બજારો ચંચળ હોવા છતાં રોકાણકારો માને છે કે ફેડરલના સંભવિત પગલાથી ઇક્વિટી માર્કેટ વધુ નફો રળી આપશે અને હેજના મામલે તેઓ નરમ વલણ દાખવે છે. હાજર સોનાને 1244 ડૉલરની સપાટીએ પહોંચતા પહેલા એક  ઔન્સના 1264 ડૉલરના ભાવે ટેકો મળી રહેશે, એમ મનાય છે. ચાંદી હાજર 0.2% ઘટી એક ઔન્સના 14.41 ડૉલર થઈ હતી અને પ્લેટિનમ 0.4 % ઘટી એક ઔન્સના 809.92 અને પેલેડિયમ0.3% ઘટી એક ઔન્સના 1315 ડૉલર થયું હતું.
રાજકોટ ચોકસી બજારમાં સોનું 10 ગ્રામ 99.9 ટચ રૂા.30 ઘટી રૂા.32620 થયું હતું અને ચાંદી 999 ટચ 1 કિલો યથાવત રૂા.36900 રહી હતી.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer