અન્ય બોર્ડોના વિદ્યાર્થીઓની ટકાવારી વધતા એસએસસી બોર્ડના

વિદ્યાર્થીઓ માટે એડમિશનનો પડકાર વધુ મુશ્કેલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : આગામી શૈક્ષણિક વર્ષમાં 11માં ધોરણમાં પ્રવેશ મેળવવામાં રાજ્ય શિક્ષણ મંડળ (એસએસસી)ના વિદ્યાર્થીઓને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડે એવી શક્યતા છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ મંડળ (સીબીએસઈ), આઈસીએસઈ, આઈજીસીએસઈ જેવા બોર્ડોના દસમા ધોરણના પરિણામોમાં 95 ટકા વધુ ગુણાંક મેળવનારાઓની સંખ્યા 78000 કરતાં વધારે છે. તેના કારણે 11મા ધોરણમાં નામાંકિત કૉલેજોમાં પ્રવેશ મેળવવા માટે `કટઅૉફ' વધવાની શક્યતા છે.
સીબીએસઈ, આઈસીએસઈ અને આઈજીસીએસઈ જેવા બોર્ડોના રિઝલ્ટની ટકાવારીમાં ખાસ ફરક પડયો નથી. આમ છતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. સીબીએસઈના રિઝલ્ટ અનુસાર દસમા ધોરણની પરીક્ષામાં 95 ટકા વધારે માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 57000 જેટલી છે. આઈસીએસઈની પરીક્ષામાં લગભગ 21000 વિદ્યાર્થીઓને 95 ટકા કરતાં વધારે માર્ક્સ મળ્યા છે. મુંબઈમાં સીબીએસઈ અને આઈસીએસઈની શાળાઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં છે. તેના લીધે દસમા ધોરણની પરીક્ષા પછી જુનિયર કૉલેજમાં એડમિશન મેળવવા માટે આ વિદ્યાર્થીઓ અને એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થાય છે. ગત શૈક્ષણિક વર્ષમાં અનેક જાણીતી કૉલેજોમાં ખુલ્લા વર્ગમાં એડમિશનનું કટઅૉફ વધ્યું હતું. આ વર્ષે તેમાં કટઅૉફની ટકાવારી વધે એવી શક્યતા છે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer