પીએમ સામેની રાહુલની ટિપ્પણી સામેની ફરિયાદ

7મી સુધી કોર્ટનો આદેશ અનામત

નવી દિલ્હી, તા. 22: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખૂન કી દલાલીની ટિપ્પણી કર્યાના આરોપસર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધાવવા માગણી કરતી ફરિયાદ પરથી આદેશ આપવાનું દિલ્હી કોર્ટે આગામી તા.7મીએ આપવાનું અનામત રાખ્યુ છે.
સૈનિકોના રકતની આડશે છૂપાવાનો અને તેઓના બલિદાનનો લાભ લઈ લેવાનો વડા પ્રધાન વિરુદ્ધ આક્ષેપ કરતી રાહુલ ગાંધીની 16માંની બદનક્ષીકારી ટિપ્પણી બદલ તેમની સામે એફઆઈઆર નોંધવા પોલીસને દોરવણી આપવાની માગણી એડવોકેટ જોગીન્દર તુલીએ કરેલી ફરિયાદ પરથી અતિરિકત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલે આદેશ અનામત રાખ્યો છે. દિલ્હી પોલીસે એકશન ટેકન રીપોર્ટ (એટીઆર) તા. 1પમીએ કોર્ટમાં નોંધાવ્યો હતો.  16ની 6 ઓકટોબરે ગાંધીએ, યુપીની કિસાન યાત્રાના સમાપન વેળા જંતરમંતર ખાતે સભાને સંબોધતાં પીએમ સામે આવી ટિપ્પણી કરી હતી. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer