કોંગ્રેસ નેતા ઉદિત રાજે ઈવીએમ વિવાદમાં સુપ્રીમ કોર્ટને ઢસડી

વીવીપેટ રસીદ મામલે સુપ્રીમ કોર્ટ પણ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ

નવી દિલ્હી, તા. 22 : એક્ઝિટ પોલમાં પાછળ રહી બાદ લોકસભા ચૂંટણીના પરિણામ મામલે વિપક્ષ ઈવીએમ ઉપર સવાલ ઉઠાવી રહ્યો છે. હવે આ વિવાદમાં કોંગ્રેસ નેતા ઉદિત રાજે સુપ્રીમ કોર્ટને પણ ઢસડી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા ઉદિત રાજે સુપ્રીમ કોર્ટ ઉપર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ કેમ નથી ઈચ્છતી કે વીવીપેટની તમામ રસીદની ગણવામાં આવે ? શું કોર્ટ પણ ષડયંત્રમાં સામેલ છે. 
ઉદિત રાજે ટ્વિટ મારફતે સવાલ પણ કર્યો હતો કે બે ત્રણ માહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયાના કારણે આમ પણ સરકારી કામ મંદ પડયું છે. તો પછી પરિણામમાં બે ત્રણ દિવસ લાગે તો શું ફેર પડશે. ઉદિત રાજે આ ટ્વિટમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા હતા. વધુમાં ચૂંટણી પંચ પણ વેંચાઈ ગયું હોવાનો ગંભીર આરોપ મુકયો હતો. ઉદિત રાજે કહ્યું હતું કે, ભાજપને જ્યાં જ્યાં ઈવીએમ બદલવી હતી ત્યાં બદલાઈ ગઈ હશે. આ જ કારણથી ચૂંટણી સાત તબક્કામાં કરવામાં આવી હતી.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer