રાજદ નેતાએ પત્રકાર પરિષદમાં બંદૂક બતાવીને કહ્યું ગોળી ચલાવવા તૈયાર

ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં કરેલી હરક્તથી વિવાદ

કૈમૂર (બિહાર), તા. 22 : બિહારના કૈમૂરમાં પૂર્વ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ધારાસભ્ય રામચંદ્ર યાદવે ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં કરેલી એક પત્રકાર પરિષદમાં મીડિયાની સામે હથિયાર લહેરાવતાં વિવાદ સર્જાયો છે. રામચંદ્રે કહ્યું કે લોકશાહીને બચાવવા માટે તેઓ ગોળી ચલાવવા પણ તૈયાર છું. મહાગઠબંધનના નેતા આદેશ આપે, અમે તૈયાર છીએ. દરમ્યાન, આ મામલે ભાજપ સહિતના પક્ષોએ તીવ્ર આલોચના કરી રામચંદ્ર સામે પગલાં ભરવાની માંગ કરી હતી.
કૈમૂરના એસપીએ કહ્યું કે આ મામલામાં રામચંદ્ર યાદવની ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કૈમૂર એક નક્સલ પ્રભાવિત ક્ષેત્ર છે. રામચંદ્ર આ પહેલાં પણ મહાગઠબંધનની સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.  ભાજપ પ્રવક્તા સંજય ટાઈગરે આ ઘટનાક્રમ અંગે કહ્યું કે સંભવિત હારને લઈને આ હતાશા અને નિરાશા છે જે સાફ  દેખાઈ રહી છે. આ બિનજવાબદાર હરકત છે અને લોકતંત્રમાં જનાદેશનો આદર થવો જોઈએ. જો કોઈ હિંસાનો સહારો લેશે તો સરકાર કડક હાથે કામ લેશે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer