આજે મતગણતરી દેશવ્યાપી હિંસા ફાટી નીકળવાની એલર્ટ

ગૃહ મંત્રાલયની રાજ્યોને સાબદા રહેવા સૂચના

નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલયે બુધવારે એક મહત્ત્વનો નિર્દેશ આપતાં આવતી કાલે ગુરુવારે થનારી મત ગણતરીના સંબંધમાં દેશના વિવિધ ભાગોમાં હિંસા ફાટી નીકળવાની સંભાવનાને ગંભીરતાથી ધ્યાને લઇને તમામ રાજ્યને રાષ્ટ્રવ્યાપી એલર્ટ જારી કર્યો હતો.
પરિણામ અનુકૂળ ન આવે કે લોકોના મતની ચોરીનો કોઇ પ્રયાસ કરાશે, તો બિહારમાં લોહીની નદીઓ વહાવી દેવાશે તેવી પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાની ધમકીના બીજા જ દિવસે આ એલર્ટ જારી કરાયું છે. ગૃહમંત્રાલયે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કાયદો, વ્યવસ્થા તેમજ શાંતિ જાળવી રાખવા માટે સતત સાબદા રહીને પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો છે.
વધુમાં સ્ટ્રોંગ રૂમ્સ અને મતગણતરી કરાતી હોય, તે સ્થળોની સુરક્ષા માટે પૂરતાં પગલાં લેવાનો નિર્દેશ પણ અપાયો છે, તેવું ગૃહમંત્રાાલય દ્વારા આજે જારી કરાયેલાં નિવેદનમાં જણાવાયું હતું.
મોદી સરકારના મંત્રાલયે મતગણતરી પૂર્વે આ એલર્ટ કયા કારણે જારી કરાયું તે સ્પષ્ટ નહોતું કર્યું, પરંતુ વિવિધ વર્ગોમાંથી કરાયેલાં નિવેદનોનાં પગલે આ નિર્દેશ અપાયો હોવાનું જણાવ્યું હતું. શાસક જોડાણની તરફેણમાં કાયદા અને નિયમોનું અર્થઘટન કરાતું હોવાના આરોપ સાથે ચૂંટણીપંચ સામે વિપક્ષોના આકરા વિરોધનાં પગલે પણ કેન્દ્ર સરકારે એલર્ટ જારી કર્યું હોવાનું કહેવાય છે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer