મહારાષ્ટ્રમાં મતગણતરી કેન્દ્રો ફરતે 50 હજાર પોલીસ તહેનાત

મહારાષ્ટ્રમાં મતગણતરી કેન્દ્રો ફરતે 50 હજાર પોલીસ તહેનાત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટે આવતીકાલે 38 સ્થળોએ સવારે આઠ વાગ્યાથી થનારી મતગણતરી માટે એક લાખ કર્મચારીઓ અને 50,000 પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.
ઉત્તર મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ અને વાયવ્ય મુંબઈ બેઠકોની ગણતરી ગોરેગામ (પૂર્વ) ખાતે આવેલા નેસ્કો (બૉમ્બે એક્ઝીબીશન સેન્ટર ખાતે કરવામાં આવશે ઈશાન મુંબઈની બેઠકની ચૂંટણી વિક્રોલીમાં ઉધ્યાંચલ પ્રાથમિક શાળા (મોદરેજ એન્ડ બોઇસ કંપની) ખાતે કરાશે. દક્ષિણ મુંબઈ અને દક્ષિણ મધ્ય મુંબઈ બેઠકોની મતગણતરી ન્યુ શિવડી વેર હાઉસ, ગાડી અડ્ડા પાસે, સી.એફ.એસ. એરિયા, એમ.એસ. રોડ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, શિવડી (પૂર્વ) ખાતે કરાશે.
ઉત્તર મુંબઈ, ઉત્તર મધ્ય મુંબઈ, ઈશાન મુંબઈ અને વાયવ્ય મુંબઈની બેઠકોમાં વિધાનસભા ક્ષેત્ર અનુસાર મતગણતરી હશે તે પ્રત્યેક માટે 14 ટેબલ હશે. ઉત્તર મુંબઈના બોરીવલી, દહિસર, માગાઠાણે, કાંદિવલી, ચારકોપ અને મલાડ (પશ્ચિમ) એમ છ વિધાનસભા ક્ષેત્રો છે તેમાં કાંદિવલી વિધાનસભા ક્ષેત્ર માટે ગતગણતરીના લઘુતમ 18 અને બોરીવલી વિધાનસભા ક્ષેત્ર માટે મતગણતરીના 23 રાઉન્ડ થશે. ઈશાન મુંબઈમાં વિધાનસભા ક્ષેત્ર અનુસાર મતગણતરી લઘુતમ 18 અને મહત્તમ 24 રાઉન્ડમાં થશે. ઉત્તર મધ્ય મુંબઈમાં મતગણતરી લઘુતમ 20 અને મહત્તમ 25 રાઉન્ડમાં થશે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer