અંતરિક્ષમાં ભારતની ત્રીજી આંખ બનશે આરઆઈસેટ-2બી

અંતરિક્ષમાં ભારતની ત્રીજી આંખ બનશે આરઆઈસેટ-2બી
ઈસરોએ સફળતાપૂર્વ લોન્ચ કર્યો રડાર ઈમેજિંગ ઉપગ્રહ : ખરાબ હવામાન વચ્ચે પણ રાખશે તમામ હિલચાલ ઉપર નજર
 
શ્રીહરિકોટા, તા. 22 : ઈસરોએ બુધવારે સવારે દરેક મોસમમાં કામ કરતા રડાર ઈમેજિંગ ઉપગ્રહ આરઆઈસેટ-2બીને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં તરતો મુક્યો હતો. અંદાજીત સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારતે ઈમેજિંગ સેટેલાઈટ પ્રક્ષેપિત કર્યો છે. આરઆઈસેટ-2બીના સફળ લોન્ચિંગ સાથે જ ભારત હવે ખરાબ મોસમમાં પણ દેશની અંદર, દુશ્મન દેશો અને ભારતીય સરહદ ઉપર ચાંપતી નજર રાખી શકશે. આટલું જ નહી ભારત હવે બાલાકોટ એરસ્ટ્રાઈક જેવા અભિયાનો માટે સરળતાથી તસવીર પણ ખેંચી શકશે. 
ઈસરો તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે  પીએસએલવી-સી46 રોકેટના 48મા મિશન મારફતે સવારે સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આરઆઈસેટ-2બીને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું વજન 615 કિલો છે અને તેને લોન્ચની 15 મિનિટ બાદ પૃથ્વીની નિચલી ભ્રમણકક્ષામાં મુકવામા આવ્યો હતો.  આરઆઈસેટ-2બી લોન્ચ કર્યા બાદ હવે ઈસરો નિગરાની ઉપગ્રહોની પૂરી ફૌજ તૈયાર કરવા જઈ રહ્યું છે. જેના માટે આગામી સમયમાં આરઆઈસેટ-2બીઆર1, 2બીઆર 2, વનએ, વનબી અને 2એ સહિતના ઉપગ્રહ લોન્ચ કરશે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer