સુરતની બે દીકરીઓએ એવરેસ્ટ શિખર સર કરી તિરંગો ફરકાવ્યો

સુરતની બે દીકરીઓએ એવરેસ્ટ શિખર સર કરી તિરંગો ફરકાવ્યો
જાણીતા ડૉ. બાપાલાલ વૈધની બે પ્રપોત્રી આદિતી અને અનુજાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું 

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 : જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આ પંકિતમાં એક માણ ખૂટતી કડી હતી કે ગુજરાત રાજ્યની સ્થાપનાને 69 વર્ષ થયા અને ગુજરાતીઓ વિશ્વભરમાં પથરાઇ ગયા હોવા છતાં હિમાલયમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ સુધી કોઇ મહિલા પહોંચી શકી નથી. એક પ્રકારે ગુજરાતીઓ માટે આ મહેંણું પણ હતું, કે ગુજરાતી  મહિલાઓનું માઉન્ટિંગ કે આર્મ ફોર્સમાં કોઇ નામ નથી. આજે સુરતની બે દીકરીઓએ સમગ્ર રાજ્યને  ગૌરાન્વિત કરી વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને કર કર્યું છે. 
સુરત અને ગુજરાત રાજ્ય માટે ગૌરવ સમાન આ ઘટના અંગે વિગતો આપતા ડૉ. આનંદ વૈધએ જણાવ્યું હતું કે , તેમની બે પુત્રીઓ આદિતી વૈધ ઉ.વ.25 અને અનુજા વૈધ ઉ.વ. 21 એ આજે સવારે પાંચ વાગ્યાના સુમારે વિશ્વના સૌથી ઊંચાઇ 29 હજાર ફૂટ પર આવેલાં હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર તિરંગો લહેરાવીને એવરેસ્ટ શિખર સર કર્યું છે. રાજ્યની પ્રથમ બે દીકરીઓ છે કે, જેમણે એવરેસ્ટ શિખર સર કરવાનું સાહસ સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે. આદિતી અને અનુજા વૈધએ 30મી માર્ચ 2019ના રોજથી એવરેસ્ટ બેઝકેમ્પ પરથી માઉન્ટિંગ શરૂઆત કરી હતી. 
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer