EVM-VVPATની તુલના અંતમાં જ થશે

EVM-VVPATની તુલના અંતમાં જ થશે
મતગણતરીની પદ્ધતિ નહીં બદલે : વિપક્ષોને ચૂંટણીપંચનો ઝટકો

નવી દિલ્હી, તા. 22:  લોકસભા ચૂંટણીની  આવતીકાલે ગુરુવારની સવારથી થનારી મતગણતરી નિર્ધારિત પદ્ધતિથી જ થશે. ચૂંટણીપંચે વિપક્ષોને ઝટકો આપતાં વીવીપેટની ચિઠ્ઠીઓને ઈવીએમ સાથે મિલાવવાની માંગ ફગાવી દીધી છે.
ઈવીએમ-વીવીપેટના મુદ્દા પર ચૂંટણી પંચે પોતાની એક મોટી બેઠક કરીને આ સંદર્ભમાં ફેંસલો લેતાં?વિરોધ પક્ષોની માંગણીને નકારી દીધી હતી.
આ બેઠકમાં એ બાબતે પણ ચર્ચા થઈ હતી કે, ચૂંટણી પંચ વિપક્ષી દળોની માંગ સ્વીકારી લે, તેવા સંજોગોમાં મતગણતરીની કવાયત વધુ 2-3 દિવસ સુધી ચાલી શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામ આવવાના બે દિવસ પહેલાં ગઈકાલે મંગળવારે કોંગ્રેસ, સપા, તૃણમૂલ કોંગ્રેસ સહિત 22 વિપક્ષોના નેતાઓએ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
વિપક્ષે ચૂંટણી પંચ સમક્ષ 23મી મેના મતગણતરી શરૂ થવાથી પહેલાં કોઈપણ ક્રમ વિના પસંદ કરાયેલા મતદાન મથકો પર વીવીપેટ તપાસવાની માંગ કરી હતી.
ચૂંટણી પંચે એક નિવેદન જારી કરી, સ્ટ્રોંગ રૂમમાં રખાયેલા ઈવીએમની સુરક્ષા અંગે જાહેર કરાયેલી તમામ આશંકાઓ ફગાવી દીધી હતી.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer