ગુજરાતમાં 15 પોલિંગ બૂથો પર મોક વોટ ડિલીટ કરવાનું ભૂલી ગયા અધિકારી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.23: ગુજરાતમાં ચૂંટણી અધિકારી 15 પોલિંગ બૂથ પર મોક વોટ ડિલીટ કરવાનું ભૂલી ગયા. આ ભૂલના કારણે 11 લોકસભા બેઠકોના આ બૂથો પર વીવીપેટ સાથે વોટની ગણતરી કરવામાં આવશે. આ સિવાય રાજ્યના 930 પોલિંગ બૂથ પર અનિવાર્ય રૂપે વીવીપેટ ચિઠ્ઠીઓની ગણતરી થશે. જે સંસદીય ક્ષેત્રોમાં બૂથો પર મોક ડેટાની ગણતરી નથી થઇ તેમાં પડદુ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ  અને જૂનાગઢ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમાંની મોટાભાગની બેઠકો પર એક-એક જ પોલિંગ બૂથ છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ, છોટા ઉદેપુર, ભરૂચ અને વલસાડ જ એવી બેઠકો છે, જ્યાં બે-બે બૂથ પર વીવીપેટ ચિઠ્ઠીઓ સાથે મેળવીને મતગણતરી કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે, વાસ્તવિક  મતદાન શરૂ થતા પહેલા ચૂંટણી અધિકારી દ્વારા રિઝલ્ટ બટન દબાવી પોલિંગ એજન્ટને એ બતાવવાની રહે છે કે આમાં કોઇ વોટ રેકોર્ડ નથી. ત્યારબાદ પોલિંગ એજન્ટની હાજરીમાં મોકપોલ રૂપે 50 વોટ નાખવામાં આવે છે જેને ઇવીએમના કંટ્રોલ યુનિટ થકી  ઇલેક્ટ્રોનિક રિઝલ્ટ સાથે મેળવવામાં આવે છે.
 
 
 

Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer