મહિલા હોકી કોરિયા સામેની આખરી મૅચમાં ભારતની 0-4થી હાર

મહિલા હોકી કોરિયા સામેની આખરી મૅચમાં ભારતની 0-4થી હાર
નવી દિલ્હી તા.24: ભારતીય મહિલા હોકી ટીમનો આજે રમાયેલા ત્રીજા અને આખરી મેચમાં યજમાન દક્ષિણ કોરિયા સામે 0-4 ગોલથી પરાજય થયો છે. જો કે પહેલા બે મેચ જીતે ભારતીય મહિલા હોકી ટીમ પહેલેથી જ શ્રેણી કબજે કરી ચૂકી હતી. પહેલા બન્ને મેચમાં ભારતનો દ. કોરિયાની મહિલા હોકી ટીમ સામે 2-1 ગોલના અંતરથી વિજય થયો હતો. આખરી મેચમાં કોરિયાની ટીમ વધુ આક્રમણ સાથે રમી હતી. કોરિયાએ પહેલો ગોલ 29મી મિનિટે કર્યોં હતો. આ પછી બીજા બે ગોલ કર્યાં હતા. આથી ભારતીય ટીમ દબાણમાં આવી ગઇ હતી. લી યુરીને 53મી મિનિટે કોરિયા માટે ચોથો ગોલ કર્યોં હતો. 

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer