એનસીડેક્સમાં ખોળમાં ઉપલી સર્કિટ

એનસીડેક્સમાં ખોળમાં ઉપલી સર્કિટ
મકાઈ અને હળદરમાં નીચલી સર્કિટ ચણા, એરંડા વાયદામાં ઊંચા કારોબાર 

મુંબઈ, તા. 24 : એનસીડેક્સમાં આજે ખોળમાં 3થી 4 ટકાની ઉપલી સર્કિટ જ્યારે મકાઈ, હળદરમાં 2થી 4 ટકાની નીચલી સર્કિટ લાગી. ચણા 307, એરંડા 301 કરોડના કારોબાર સાથે ટોંચ પર રહ્યા હતા.  
ખોળ, જીરું, સોયાબીન, સોયોતેલના ભાવ વધીને બંધ રહ્યા હતા. જવ, એરંડા,ચણા, ધાણા, ગુવારગમ, ગુવારસીડ, સરસવ, કપાસ, હળદરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. એરંડાનાં ભાવ 5820 રૂપિયા ખુલી 5802 રૂપિયા, ચણા 4639 રૂપિયા ખુલી 4637 રૂપિયા,  કપાસિયા ખોળનાં ભાવ 2702 રૂપિયા ખુલી 2766 રૂપિયા, ધાણા 7630 રૂપિયા ખુલી 7534 રૂપિયા, ગુવારગમ 8886 રૂપિયા ખુલી 8856 રૂપિયા, ગુવારસીડનાં ભાવ 4428 રૂપિયા ખુલી  4419 રૂપિયા, જીરુંનાં ભાવ 17715 રૂપિયા ખુલી 17710 રૂપિયા, કપાસનાં ભાવ 1146 રૂપિયા ખુલી 1151 રૂપિયા, સરસવ 3957 રૂપિયા ખુલી 3937 રૂપિયા, સોયાબીનનાં ભાવ 3720 રૂપિયા ખુલી 3736 રૂપિયા, સોયાતેલ 740.50 રૂપિયા ખુલી 744.05 રૂપિયા અને હળદરનાં ભાવ 7174 રૂપિયા ખુલી 7062 રૂપિયા બંધ રહ્યા હતા.  
એરંડાનાં વાયદામાં કુલ 51285 ટન, ચણામાં 65820 ટન, કપાસિયા ખોળમાં 95660  ટન, ધાણામાં 7930 ટન,  ગુવારગમમાં 16055 ટન, ગુવારસીડમાં 62580 ટન, જીરુંમાં  3315  ટન, કપાસનાં વાયદામાં 325 ગાડી, સરસવમાં 41120 ટન, સોયાબીનમાં 33550 ટન, સોયાતેલમાં 11820 ટન તથા હળદરમાં 6570 ટનનાં કારોબાર નોંધાયા હતા. 
એરંડામાં 301 કરોડ, ચણામાં 307 કરોડ, કપાસિયા ખોળમાં 262 કરોડ, ધાણામાં 60 કરોડ, ગુવારગમમાં 143 કરોડ, ગુવારસીડમાં 279 કરોડ, જીરુંમાં 59 કરોડ, કપાસમાં 07 કરોડ, સરસવમાં 163 કરોડ, સોયાબીનમાં 126 કરોડ, સોયાતેલમાં 87 કરોડ તથા હળદરનાં વાયદામા 47 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ 32333 સોદામાં કુલ 1853 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા. 
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer