મછલીશહર બેઠક ઉપર માત્ર 181 મતના અંતરે ભાજપની જીત

જૌનપુર, તા. 24 : લોકસભા ચૂંટણીની મત ગણતરી દરમિયાન પુરા દેશમાં મોદી સુનામીની અસર જોવા મળી હતી અને ભાજપે શાનદાર અંકો સાથે બહુમતનો આંકડો પાર કર્યો હતો. મત ગણતરીમાં એક બેઠક એવી પણ હતી જ્યાં જોરદાર ટક્કર જોવા મળી હતી અને અંદાજીત 10 વાગ્યે વિજયી ઉમેદવારનો નિર્ણય થઈ શક્યો હતો. યુપીની મછલીશહર બેઠક ઉપર ભાજપના બીપી સરોજે બસપાના ટી રામને માત્ર 181 મતથી હરાવ્યા હતા. 
મછલીશહર લોકસભા બેઠક ઉપર અંતિમ સમય સુધી રોચક મુકાબલો જોવા મળ્યો હતો. પરિસ્થિતિ એવી રહી હતી કે દરેક રાઉન્ડમાં ઉલટફેર જોવા મળતી હતી. બીપી સરોજને જ્યાં 4,88,397 મત મળ્યા તો ટી રામને 4,88,216 મત મળ્યા હતા. લોકસભા 2019માં દેશમાં સૌથી ઓછા અંતરની જીત માટે બીપી સરોજના નામે રહી હોવાનો અંદાજ છે.  આ દરમિયાન પોસ્ટલ બેલેટ રદ કરવા મામલે બન્ને પક્ષ વચ્ચે વિવાદ પણ થયો હતો. અંતે મોડી રાત્રે મછલીશહરથી ભાજપના ઉમેદવારને વિજયી બનાવવામા આવ્યા હતા. 
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer