મોદી સરકારમાં ત્રણ પ્રધાનપદ માટે શિવસેનાનું લોબિંગ શરૂ

મોદી સરકારમાં ત્રણ પ્રધાનપદ માટે શિવસેનાનું લોબિંગ શરૂ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી જશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા- એનડીએને 350 કરતાં વધુ બેઠકો ઉપર વિજય મળ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની યુતિને પણ જબરદસ્ત સફળતા મળી છે. મહારાષ્ટ્રની 48માંથી 41 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. ભાજપને 23 અને શિવસેનાને 18 બેઠકો મળી છે. તેથી શિવસેનાએ કેન્દ્રમાં ત્રણ પ્રધાન પદ મળે એ માટે લોબીગ શરૂ કર્યું છે.
વિદાય લેતી સરકારમાં ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન અનંત ગીતે, ભૂતપૂર્વ પ્રધાન આનંદરાવ અડસૂળ, સાંસદ શિવાજીરાવ પાટીલ અને બે દાયકાથી લોકસભામાં ઔરંગાબાદનું પ્રતિનિધિત્વ કરનારા ચંદ્રકાંત ખૈરે ચૂંટણી હારી ગયા છે. શિવસેનાએ વર્ષ 2014ની જેમ આ વખતે વર્ષ 2019માં પણ 18 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. શિવસેનાએ આ વખતે શિરૂર, અમરાવતી, રાયગઢ અને ઔરંગાબાદની બેઠકો ગુમાવી છે પણ હાતકણંગલે, કોલ્હાપુર, પાલઘર અને હિંગોલીની બેઠકો જીતી છે.
પ્રધાનપદ માટે દક્ષિણ મુંબઈના અરવિંદ સાવંત, રત્નાગીરી-સિન્ધુદુર્ગના વિનાયક રાઉત અને  યવતમાળ- વાશિમના ભાવના ગવળી, પ્રધાનપદુ મેળવવા પ્રયત્નશીલ છે.
Published on: Sat, 25 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer