થેરેસા મેની રાજીનામાની ઘોષણા

થેરેસા મેની રાજીનામાની ઘોષણા
બ્રેક્ઝિટ મુદ્દે નિષ્ફળતાઓને પગલે 7મી જૂને બ્રિટનનું વડા પ્રધાનપદ છોડશે

લંડન, તા. 24 (પીટીઆઈ) : યુરોપીય સંઘથી બ્રિટનને અલગ કરવાની સુધારેલી વ્યૂહરચનાને લઈને પોતાના મંત્રીઓનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા બાદ નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયાનો માર્ગ મોકળો બનાવવા માટે ઘેરાયેલા પી.એમ. થેરેસા મેએ આજે જાહેર કર્યું હતું કે તેઓ દેશના હિત માટે 7મી જૂને યુકેની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપશે. 
ભાવુક બનેલા મેએ કહ્યું હતું કે તેઓ 10મી જૂનથી શરૂ થતા સપ્તાહ પૂર્વે નવા વડાપ્રધાનની ચૂંટણી માટે 7મી જૂને રાજીનામુ આપી દેશે. ત્યાં સુધી તેઓ કાર્યવાહક વડાપ્રધાન તરીકે કાર્યરત રહેશે. 
62 વર્ષીય મેએ જણાવ્યું હતું કે બ્રિટનની સેવા કરવાની મને તક મળે એ મારા માટે ગૈરવની વાત છે પણ હું ટૂંક સમયમાં આ પદ છોડવાની છું. દેશની બીજી મહિલા વડાપ્રધાન છું પણ આશા છે કે અંતિમ નહીં. મારા રાજીનામાના સમયને લઈને મેં રાણી એલિઝાબેથને જાણ કરી છે. 
મેને બ્રેક્ઝિટ મુદે્  બ્રિટનની સંસદમાં અનેક વાર હારનો સામનો કરવો પડયો હતો જેને લઈને તેમણે હવે વડાપ્રધાનપદ છોડવાનો નિર્ણય લીધો છે. જો કે,જૂનના પહેલા સપ્તાહમાં તેઓ બ્રિટનના વડાપ્રધાન તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. 
મેએ જણાવ્યું હતું કે મેં બ્રેક્ઝિટ સમજૂતીને સમર્થન માટે મારા સાંસદોને સમજાવવાના અનેક પ્રયાસ કર્યા પણ કમનસીબે હું આવું કરી શકી નહીં. મારા ત્રણ વારના પ્રયાસ નિષ્ફળ રહ્યા.
Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer