સુરતની ભીષણ આગની ઘટના પછી માનવતા મહેંકી ઊઠી..

ધર્મેશ વકીલ તરફથી
મુંબઈ, તા. 25 : સુરતમાં લાગેલી ભયંકર આગ બાદ બચાવકાર્યમાં માનવતા મહેંકી ઊઠી છે.
સુરતના જાણીતા ઈલેક્ટ્રોનિક્સ આયટમોના વિક્રેતા `શાંતિકૃપા સેલ્સ' દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ આગમાં દાઝી ગયેલા વિદ્યાર્થીઓને એમની સારવાર પૂરી થાય ત્યાં સુધી એમના તરફથી એરકન્ડિશન મશીનો નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે.
બીજી બાજુ સુરતની જ નામાંકિત યુનિક હૉસ્પિટલ વતી ડૉ. સમીરભાઈ ગામી (ડિરેક્ટર)એ જાહેર કર્યું છે કે એમની હૉસ્પિટલમાં દાઝી ગયેલા દર્દીઓનું સંપૂર્ણ નિદાન તદ્દન નિ:શુલ્ક કરી આપવામાં આવશે.
હૉસ્પિટલોમાં રક્તદાન આપવા માટે મોટી મોટી કતારો લાગી હતી. મોડી રાત સુધીમાં જરૂરિયાત પૂરતું રક્ત એકઠું થઈ ગયું હોવાથી રક્તદાન કરવા આવેલા ઘણા લોકોને નિરાશ થવું પડયું હતું.
 

Published on: Sat, 25 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer