જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી ફરી `ગેંગસ્ટર''

જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી ફરી `ગેંગસ્ટર''
ક્રાઈમ ડ્રામા `શૂટ આઉટ એટ વડાલા' બનાવ્યાનાં છ વર્ષ બાદ દિગ્દર્શક સંજય ગુપ્તા વધુ એક ગેંગસ્ટર-ડ્રામા બનાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં કામ કરશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 
સંજય ગુપ્તાની `શૂટઆઉટ એટ વડાલા'માં પણ જોન અબ્રાહમે કામ કર્યું હતું. આ ફિલ્મના અન્ય કલાકારોમાં અનિલ કપૂર, કંગના રનૌત અને સોનુ સૂદનો સમાવેશ થાય છે. 
આ ગેંગસ્ટર ડ્રામાનું શીર્ષક હજી નક્કી થયું નથી. જ્યારે ફિલ્મના પ્રોડયુસર ભૂષણ કુમાર છે. બે હીરો પર આધારિત ફિલ્મ છે જેઓ પૈકી એક ગેંગસ્ટર બન્યો છે અને બીજો પોલીસ ઓફિસરના રોલમાં છે.

Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer