રિતેશ દેશમુખ `બાગી-3''માં અભિનય કરશે

રિતેશ દેશમુખ `બાગી-3''માં અભિનય કરશે
રિતેશ દેશમુખ એક એવો અભિનેતા છે જેણે મોટા ભાગની ફિલ્મોમાં કોમેડી કરીને નામના મેળવી છે અને મલ્ટિસ્ટારર ફિલ્મોમાં તેનો રોલ હવે અનિવાર્ય બન્યો છે. `ટોટલ ધમાલ'નો આ અભિનેતા હવે `બાગી-3'માં પણ કામ કરવાને છે, જેની ઓફર તેને ફિલ્મ `મરજાવાં' બાદ મળી છે.
`મરજાવાં' ફિલ્મમાં રિતેશ દેશમુખ મુખ્ય કલાકારો સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા સાથે દેખાશે. `બાગી-3'નું નિર્માણ સાજિદ નડિયાદવાલા કરશે. સાજિદ અને રિતેશ ગાઢ મિત્રો છે અને તેણે જ ફિલ્મમાં રિતેશને મહત્ત્વનો રોલ ઓફર કર્યો છે. `બાગી-3'નું દિગ્દર્શન અહમદ ખાન કરવાનો છે. રિતેશે મરાઠી ફિલ્મ `લયભારી'નું નિર્માણ કર્યું હતું.

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer