કાટે નહીં કટતે...'' ગીત સાંભળી બોની કપૂરને યાદ આવી શ્રીદેવી

કાટે નહીં કટતે...'' ગીત સાંભળી બોની કપૂરને યાદ આવી શ્રીદેવી
લોકોને પોતાના દમદાર અભિનય દ્વારા લાંબા સમય સુધી દિવાના બનાવી દેનારી અભિનેત્રી શ્રીદેવી ફરી એક વાર ચર્ચામાં છે. શ્રીદેવીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક હીટ ફિલ્મો અને નૃત્યો કર્યાં હતાં. આવી જ ફિલ્મો પૈકી `મિ.  ઈન્ડિયા'માં તેના પર ફિલ્માવાયેલું ગીત `કાટે નહીં કટતે' એક એવું ગીત છે જેમાં અનિલ કપૂર સાથે શ્રીદેવીએ યાદગાર પર્ફોર્મન્સ આપ્યો હતો.
તાજેતરમાં એક ફિલ્મી પાર્ટીમાં જ્યારે આ ગીત સંભળાવવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર બોની કપૂરને પોતાની પત્ની શ્રીદેવીની સહજપણે યાદ આવી ગઈ હતી. બોની કપૂરે 1987માં ફિલ્મ `િમસ્ટર ઈન્ડિયા'ના દિગ્દર્શક શેખર કપૂર સાથે જ્યારે આ ગીતની ચર્ચા કરી હતી તો શ્રીદેવીને તેમણે પરફેક્ટ ચોઈસ ગણાવી હતી. આ ગીતમાં શ્રીદેવીએ બ્લૂ રંગની શિફોન સાડી પહેરી માદક નૃત્ય કર્યું હતું.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer