ભૂલભૂલૈયા-2''માં અક્ષયને બદલે કાર્તિક આર્યન

ભૂલભૂલૈયા-2''માં અક્ષયને બદલે કાર્તિક આર્યન
બૉલીવૂડનો અભિનેતા કાર્તિક આર્યન સુપરહીટ ફિલ્લ `ભૂલભૂલૈયા'ની સિક્વેલમાં અભિનય કરશે. મૂળ ફિલ્મમાં જ પાત્ર અક્ષય કુમારે ભજવ્યું હતું તે હવે કાર્તિક ભજવશે. કાર્તિક હાલમાં ફિલ્મ `લવ આજકલ-2'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેમની હીરોઈન સારા અલી ખાન છે.
આ ફિલ્મનું શૂટીંગ પૂરું કર્યા બાદ કાર્તિક `પતિ, પત્ની ઔર વો'નું શૂટિંગ શરૂ કરશે, જેમાં તેની સાથે ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે કામ કરે છે. ફિલ્મ `ભૂલભૂલૈયા-2'ની ક્રીપ્ટ ફરહાદ શામજી લખી રહ્યો છે. તેનો થોડો ભાગ વાંચ્યા બાદ કાર્તિકે ફિલ્મમાં કામ કરવાની ઓફરનો સ્વીકાર કર્યો હતો. મૂળ `ભૂલભૂલૈયા' ફિલ્મ એક હૉરર કોમેડી હતી, જેની હીરોઈન વિદ્યા બાલન હતી.
Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer