વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં બે ભારતીયના વિક્રમ

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં બે ભારતીયના વિક્રમ
નવી દિલ્હી, તા. 11: ભારતીય પેરા એથ્લેટ સંદિપ ચૌધરી અને સુમિતે ઇટાલીમાં રમાઇ રહેલ વર્લ્ડ પેરા એથ્લેટિકસ ગ્રાં પ્રિમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. સંદિપે ભાલા ફેંકમાં એફ44 વર્ગમાં 65.80 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીતીને નવો વિશ્વ વિક્રમ તેના વર્ગમાં બનાવ્યો હતો. જ્યારે સુમિતે એફ64 વર્ગમાં 60.45 મીટરનો થ્રો કરી બીજું સ્થાન મેળવ્યું હતું. જે પણ નવો રેકોર્ડ બન્યો હતો. અન્ય એક ભારતીય દિવ્યાંગ ખેલાડી સુંદરસિંહ ગુર્જર એફ46ના જવેલિયન થ્રોની સ્પર્ધામાં 58.99 મીટરના થ્રો સાથે ત્રીજા નંબર પર રહ્યા હતા.

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer