જોકોવિચ પહેલા સ્થાને યથાવત્: હાલેપ આઠમા ક્રમે સરકી

જોકોવિચ પહેલા સ્થાને યથાવત્: હાલેપ આઠમા ક્રમે સરકી
મેડ્રિડ, તા.11: ફ્રેંચ ઓપનના સેમિ ફાઇનલમાં ડોમનિક થિમ સામે હાર સહન કરનાર સર્બિયાનો નોવાક જોકોવિચ નવા વિશ્વ ક્રમાંકમાં પહેલા સ્થાને જળવાઇ રહ્યો છે જ્યારે 12મી વખત ફ્રેંચ ઓપનમાં ચેમ્પિયન બનનારા સ્પેનનો રાફેલ નડાલ બીજા સ્થાને છે. તે એટીપી ફાઇનલ્સ માટે ક્વોલિફાઇ થવાની પણ નજીક પહોંચી ગયો છે. આ વર્ષ 9 ટુર્નામેન્ટ રમનાર નડાલના 5505 રેટિંગ છે. એટીપી ક્રમાંકમાં મહાન રોઝર ફેડરર ત્રીજા, ડોમેનિક થિમ ચોથા, જર્મનીનો એલકઝાંડર જેવરેવ પાંચમા નંબર પર છે. 
જ્યારે મહિલા વિભાગમાં ફ્રેંચ ઓપનમાં ચેમ્પિયન બનનાર ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી પહેલીવાર બીજા સ્થાને પહોંચી છે. જાપાનની નાઓમી આસાકા પહેલા સ્થાને યથાવત્ છે. જ્યારે પૂર્વ નંબર વન સિમોના હાલેપ આઠમા સ્થાને ફેંકાઈ ગઈ છે. 

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer