ભારત-કિવિઝ વચ્ચે કાલે રમાનારી મૅચમાં પણ વરસાદની વકી

ભારત-કિવિઝ વચ્ચે કાલે રમાનારી મૅચમાં પણ વરસાદની વકી
નોર્ટિંગહામ, તા.11: ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટ્રેંટબ્રિજમાં ગુરુવારે રમાનાર વર્લ્ડ કપની મેચમાં પણ વરસાદનું વિઘ્ન સર્જાય શકે છે. સ્થાનિક હવામાન ખાતાની આગાહી અનુસાર નોર્ટિંગહામ ખાતે ગુરુવારે સવારે વરસાદની સંભાવના છે. બપોર પછી વરસાદ નહીં પડે. ભારતનો મેચ ડે-નાઇટ નથી. આથી ઓછી ઓવરોનો મેચ રમાઇ તેવી શક્યતા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર નોર્ટિંગહામ વિસ્તારમાં પૂરા સપ્તાહ દરમિયાન હળવા વરસાદની આગાહી થઈ છે અને તાપમાન 10થી 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer