ટ્રેનમાં ચાર મુસાફરોનાં ગુંગળાઈને મૃત્યુ

ઝાંસી, તા. 11 : દેશનાં અનેક ભાગો ભીષણ ગરમીનાં પ્રકોપથી ત્રસ્ત બન્યા છે. ત્યારે વિક્રમો કરતો દઝાડતો તાપ હવે ઘાતક બની રહ્યો છે. ખાસકરીને ટ્રેનોનાં સ્લીપર કોચમાં અસહ્ય ગરમીનાં કારણે મુસાફરોની હાલત કફોડી થઈ
જાય છે.
ઉત્તરપ્રદેશનાં આગ્રા અને ઝાંસી વચ્ચે કેરળ એક્સપ્રેસ ટ્રેનનાં સ્લીપર કોચમાં ત્રાસદાયક ગરમીએ ચાર લોકોનો ભોગ લઈ લીધો છે. 
આ ટ્રેન નિજામુદ્દીનથી ત્રિવેન્દ્રમ જઈ રહી હતી અને આગ્રાથી નીકળ્યા બાદ ટ્રેન ભારે તડકામાં પણ વચ્ચે-વચ્ચે અટકાવવામાં આવતાં ધોમધખતા તાપે સ્લીપર કોચમાં લોકોને ગુંગળાવી નાખ્યા હતાં. જેમાં પાંચની હાલત લથડી ગઈ હતી અને તેમાંથી ચારનાં મૃત્યુ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.
Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer