ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદ પડશે

વાવાઝોડાની મુંબઈ ઉપર માઠી અસર નહીં થાય, ચોમાસુ વિલંબથી આવી શકે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈમાં આવતી કાલે વાદળીયું હવામાન રહેશે. બપોરે અથવા સાંજે ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી છે.
`વાયુ' વાવાઝોડાને કારણે મુંબઈમાં ગઈકાલે રાત્રે અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડયો હતો. જોકે આજે એકદરે ઉઘાડ જેવું વાતાવરણ રહ્યું હતું. દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા. આજે સવારે આઠ વાગે 
પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 25.2 મિ.મી. અને સાતાંક્રુઝમાં 40.2 મિમી વરસાદ નોંધાયો હતો.
`વાયુ' વાવાઝોડાને લીધે કોંકણના કાંઠે મંગળવારે સાંજથી પવન ફૂંકાવા માંડયો છે. રાજ્ય સરકાર તરફથી માછીમારોને 
સતર્ક રહેવાનો અને સમુદ્રમાં દૂર સુધી નહીં જવાનું કહેવામાં આવ્યું હતું. વાવાઝોડાને લીધે મુંબઈને બહુ મોટું નુકસાન કે અસર થવાની સંભાવના નથી. જોકે ચોમાસાનું આગમન બેથી ત્રણ દિવસ લંબાઈ શકે છે.

Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer