નવાઝના પક્ષના ઉપાધ્યક્ષની અને લંડનમાં અલ્તાફ હુસૈનની ધરપકડ

ઈસ્લામાબાદ/લંડન, તા. 11 : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન આસિફ અલી ઝરદારીની ધરપકડના એક દિવસ બાદ રાષ્ટ્રીય જવાબદેહી બ્યુરો(એનબીએ)એ આવી જ આક્રમક કાર્યવાહી જારી રાખી છે. જેમાં આજે વધુ વિપક્ષી નેતાઓની ધરપકડો કરવામાં આવતાં પાક.માં ખળભળાટ મચી ગયો છે. 
એનબીએએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઉપાધ્યક્ષ હમઝા શહબાઝની ધરપકડ કરી છે અને તેમને લાહોર લાવવામાં આવ્યા છે. હમઝાને બુધવારે કોર્ટમાં રજુ કરાશે. શહબાઝે ધરપકડ અંગે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઈન્સાફ પર નિશાન સાધ્યુ અને કહ્યું કે તેની પાર્ટીના ઈશારા પર જ ધરપકડ કરવામાં આવી રહી છે.  
આવી જ રીતે મુતાહિદા કોમી મૂવમેન્ટનાં સંસ્થાપક અલ્તાફ હુસેનની પણ ધરપકડ કરવામાં આવી છે. લંડનમાં સ્કોટલેન્ડ યાર્ડની પોલીસે તેની ધરપકડ કરી છે. તેની સામે ઉશ્કેરણીજનક ભાષણનો આરોપ છે. 

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer