પશ્ચિમ બંગાળમાં હિંસાનો દોર ચાલુ

વધુ ચાર જણનાં?મોત
 
કોલકાતા, તા. 11: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બરાકપોરમાં કાંકીનારા ખાતે ગઈ રાતે 10ાા કલાકના સુમારે એક ઘર સામે અજાણ્યા તોફાની તત્ત્વોએ બે દેશી બોમ્બ ફંગોળતા થયેલા ધડાકામાં બે જણા માર્યા ગયા હતા અને 4 જણા ઘાયલ થયા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પછી તરત શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ચાલેલા હિંસક ઘર્ષણો પછીની આ તાજી ઘટના છે. દરમિયાન રાજ્યમાં અન્યત્ર, ભાજપના એક કાર્યકર અને આરએસએસના કાર્યકરનો મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યાના બે બનાવો બન્યા હતા. 
કાંકીનારાની ઘટનાને પગલે તે વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સની ટીમ તૈનાત કરી દેવાયા સાથે સલામતી કડક બનાવાઈ હતી અને સ્થાનિક પોલીસે બનાવની તપાસ આદરી છે. હુમલા પાછળના ઇરાદાની વિગતો કે તેની પાછળ કોનો હાથ છે તે વિશે જાણવા મળતું નથી. 
હાવડા જિલ્લાના આમટામાંના સરપોટા ગામે સમાતુલ દોલુઈ નામના ભાજપી કાર્યકરનું શબ ઝાડ પર ગઈ કાલે લટકતી દશામાં મળી આવ્યું હતું. જયશ્રી રામ રેલીઓ સામેલ થવા સબબ દોલુઈને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી અને ચૂંટણી બાદ તરત તૃણમૂલના લોકોએ તેનાં ઘર પર તોડફોડ કરી હતી, એમ હાવડા ભાજપના અધ્યક્ષે જણાવ્યું હતું. દોલુઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતો હતો ત્યારે કેટલાક તોફાનીઓ શબ આંચકી લેવા પ્રયાસ કરતા ગ્રામજનોના વિરોધ બાદ આરએએફ તૈનાત કરાઈ હતી. તે પહેલાં રવિવારે આરએસએસના સ્વદેશ મન્ના નામના કાર્યકરનો મૃતદેહ અતચટા ગામે વૃક્ષ પર લટકતી હાલમાં મળી આવ્યો હતો.
Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer