અમેરિકા એવી બેન્ક બની ગયું છે જેને બધા લૂંટવા માગે છે ટ્રમ્પ

અમેરિકા એવી બેન્ક બની ગયું છે જેને બધા લૂંટવા માગે છે ટ્રમ્પ
વૉશિંગ્ટન, તા.11: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત સામેની ખફગી વધુ એકવાર બહાર આવી છે. ભારતે અમેરિકાનાં મોટરસાયકલ ઉપરની આયાત જકાત 100 ટકામાંથી ઘટાડીને પ0 ટકા કરી નાખ્યા બાદ પણ ટ્રમ્પને તેનાથી સંતોષ નથી અને તેમણે રોષભેર ઉમેર્યું હતું કે, તેમનાં નેતૃત્વમાં હવે અમેરિકાને વધુ બેવકૂફ બનાવી શકાશે નહીં.
ટ્રમ્પે ખીજને વાચા આપતાં કહ્યું હતું કે, ભારત અમેરિકાનું સારું મિત્ર રાષ્ટ્ર છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કર્યું તે જુઓ. મોટરસાયકલ ઉપર 100 ટકા ટેક્સ. તેની સામે અમેરિકાએ કોઈ જ વેરો વસૂલ્યો નથી. ટ્રમ્પે આ ટિપ્પણીમાં અમેરિકાનાં બાઈક હાર્લે ડેવિડસન તરફ ઈશારો કર્યો હતો અને કહ્યું હતું કે, મોદી સાથેની મુલાકાતમાં આની અસ્વીકૃતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. બન્ને દેશ આ મામલો ઉકેલવાના પ્રયાસો પણ કરે છે પરંતુ અમેરિકા એક એવી બેન્ક બની ગઈ છે જેને બધા લૂંટવા ઉપર આવી ગયા છે. આવું કઈ રીતે ચલાવી લઈ શકાય ?

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer