યોગી વિશેની વાંધાજનક પોસ્ટ પત્રકારને તત્કાળ છોડી મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ

યોગી વિશેની વાંધાજનક પોસ્ટ પત્રકારને તત્કાળ છોડી મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ
જોકે, અદાલતે પત્રકારે કરેલી ટિપ્પણોને પણ વખોડી

નવી દિલ્હી, તા. 11 :  નાગરિકનું સ્વાતંત્ર્ય નોન-નેગોશીએબલ (બાંધછોડ ન થઈ શકે તેવુ)ં અને પવિત્ર છે એમ ઠરાવી સર્વોચ્ચ અદાલતે,  યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધની વાંધાજનક પોસ્ટ સહભાગી કરવા સબબ ધરપકડ કરાયેલા પત્રકાર પ્રશાંત કનોજિયાને તત્કાળ છોડી મૂકવા આજે દોરવણી આપી હતી. કનોજિયાની પત્નીએ કરેલી અરજી પરથી અદાલતે આ આદેશ આપ્યો હતો. 
  પત્રકારે સોશ્યલ મીડિયા પર મૂકેલા વિધાનો વાંધાજનક છે અને આ પ્રકારની નુકતેચીની થવી જોઈતી ન હતી એમ જણાવી અદાલતે જો કે ઠરાવ્યુ હતું કે ધરપકડ સમર્થનીય નથી. પત્રકારે કરેલુ ટવીટ કંઈ અમે બિરદાવતા નથી પણ તેને સળિયા પાછળ કઈ રીતે ધકેલી દઈ શકાય ? એવો સવાલ કરતા બેન્ચે જણાવ્યુ હતું કે સરકારના પગલાથી પત્રકારનું સ્વાતંત્ર્ય છીનવાયાને અમે અમાન્ય ઠરાવીએ છીએ. વાંધાજનક વિધાનો અને પોસ્ટસ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા માટે અને સહભાગી કરવા માટે પત્રકારને વખોડવા સાથે બેન્ચે જણાવ્યુ હતું કે પત્રકાર સામેની તપાસમાં સરકાર આગળ  વધી શકે છે અને ખટલો ચલાવી શકે છે.
Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer