ઝાકિર નાઈકે ભારત આવવા મૂકી શરતો

મુંબઈ, તા. 12 : વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકે ગઈકાલે જણાવ્યું હતું કે તે ભારત પાછો ફરવા તૈયાર છે, પરંતુ સુપ્રીમ કોર્ટે લેખિતમાં એમ કહેવું પડશે કે જ્યાં સુધી તેને દોષી નહીં ઠરાવાય ત્યાં સુધી તેની ધરપકડ નહીં કરાય.
નાઈકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને ભારતની ન્યાય પાલિકા પર ભરોસો છે, પરંતુ પ્રોસિક્યુશન સિસ્ટમ પર વિશ્વાસ નથી. આરોપો અને ફરિયાદો કરાયા છતાં ભારત કે વિશ્વની કોઈપણ અદાલતમાં મારી વિરુદ્ધ એક પણ ચુકાદો આવ્યો નથી. હવે જોવાનું એ રહે છે કે સરકાર નાઈકની શરતો મંજૂર રાખે છે કે નહીં.
 
 

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer