કૅબિનેટ `િટ્રપલ તલાક'' પ્રતિબંધ પર આજે નવો ખરડો લાવશે

કૅબિનેટ `િટ્રપલ તલાક'' પ્રતિબંધ પર આજે નવો ખરડો લાવશે
નવી દિલ્હી, તા. 12 : કેન્દ્રનું પ્રધાનમંડળ આજની તેની બેઠકમાં ઈન્સ્ટંટ ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકવા સંભવત: નવો ખરડો રજૂ કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. પાર્લામેન્ટ દ્વારા એક વખત પસાર કરાયેલો સૂચિત ખરડો આ વર્ષના પ્રારંભે જારી કરાયેલા વટહુકમનું સ્થાન લેશે. ગયા મહિને 16મી લોકસભાના વિસર્જન સાથે આ વિવાદાસ્પદ ખરડો લેપ્સ થયો હતો કેમ કે તે સંસદમાં પસાર કરાઈ શકયો ન હતો અને રાજ્યસભામાં પેન્ડિંગ હતો.
રાજ્યસભામાં રજૂ કરાયેલા અને ત્યાં પેન્ડિંગ ખરડા લોકસભાના વિસર્જન સાથે લેપ્સ થતા નથી. જોકે, લોકસભામાં પસાર કરાયેલા પણ રાજ્યસભામાં પેન્ડિંગ ખરડા લેપ્સ થાય છે.
બુધવારે કેન્દ્રીય કૅબિનેટ તેને મંજૂરી આપે તો નવો ખરડો 17મી જૂનથી શરૂ થનારી 17મી લોકસભાના પ્રથમ સત્રમાં રજૂ થઈ શકે છે. વિપક્ષે રાજ્યસભામાં આ ખરડાની જોગવાઈઓનો વિરોધ ર્ક્યો હતો, જ્યાં તેને પસાર કરાવવા સરકાર પાસે સંખ્યા ઓછી છે.
ધી મુસ્લિમ વુમેન (પ્રોટેક્શન અૉફ રાઈટ્સ ઓન મેરેજ) ખરડો કે જેમાં ઈન્સ્ટંટ ટ્રિપલ તલાક (તલાક-એ-બીદ્દત)ની પ્રથાને દંડનીય અપરાધ કરાયો હતો તેનો વિરોધ પક્ષોએ વિરોધ ર્ક્યો હતો. તેમાં એવો દાવો કરાયો હતો કે પોતાની પત્નીને છૂટાછેડા આપનારા પતિ માટે જેલની સજા લીગલી અનટેનેબલ હતી.
સરકારે ટ્રિપલ તલાક પર બે વખત વટહુકમ બહાર પાડયો હતો. મુસ્લિમ વુમેન (પ્રોટેકશન અૉફ રાઈટ્સ ઓન મેરેજ) ખરડો 2019, હેઠળ ઈન્સ્ટંટ ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા ગેરકાયદે નિરર્થક ઠરશે અને પતિને ત્રણ વર્ષની જેલની સજા થશે.

Published on: Wed, 12 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer