શિખરને સ્થાને રિષભને ઈંગ્લેન્ડ મોકલાશે

શિખરને સ્થાને રિષભને ઈંગ્લેન્ડ મોકલાશે
મુંબઈ, તા. 12 : દિલ્હીના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને અૉસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં રમતાં ઈજાગ્રસ્ત થયેલા ઓપનર શિખર ધવનને સ્થાને સ્ટેન્ડબાય તરીકે મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે પંત ભારતીય ટીમ માટેના બેકઅપ તરીકે ઈંગ્લેન્ડ પહોંચશે, જ્યારે શિખર ધવન 15-સભ્યોની ટુકડીના હિસ્સા તરીકે ચાલુ રહેશે.
`િરષભને નવા વાતાવરણને અનુકૂળ થઈ શકે તે માટે સ્ટેન્ડબાય તરીકે મોકલવામાં આવી રહ્યો છે. જો ધવન રમી નહીં શકે તો અમે આઈસીસી તરફથી તેને માટે સત્તાવાર રીપ્લેસમેન્ટની માગણી કરીશું,' એમ સૂત્રોએ જણાવ્યું હતું. રિષભ ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચેની ગુરુવારે યોજાનારી વન-ડેના આગલે દિવસે નોટિંગહામમાં ટીમ સાથે જોડાશે એવી સંભાવના છે. જોકે, તે હાલ તુરત ટીમના 15 ખેલાડીઓનો હિસ્સો નહીં બને.
રિષભને તેના એપરલ્સથી માંડી સત્તાવાર લગેજ સુધીની દરેક સામગ્રી તેના દિલ્હી નિવાસસ્થાને પહોંચતી કરવામાં આવી છે, એમ ટીમ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું.
 
 

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer