ફરાર ડાયમંડ જ્વેલર જતિન મહેતા વિરુદ્ધ બે નવી FIR નોંધાઈ

ફરાર ડાયમંડ જ્વેલર જતિન મહેતા વિરુદ્ધ બે નવી FIR નોંધાઈ
નવી દિલ્હી, તા. 12 : સીબીઆઈએ ફરાર ડાયમંડ જ્વેલર જતિન મહેતા વિરુદ્ધ બે નવી એફઆઈઆર નોંધી છે. બૅન્ક અૉફ મહારાષ્ટ્ર અને યુનિયન બૅન્ક અૉફ ઈન્ડિયાએ 587.55 કરોડ રૂપિયાની બૅન્ક લોનમાં ફ્રોડ કરવાના સિલસિલામાં ફરિયાદ કરી હતી. જતિન મહેતા પર આરોપ છે કે તેમણે બૅન્ક અૉફ મહારાષ્ટ્ર સાથે 323.40 કરોડ રૂપિયાનું કૌભાંડ આચાર્યુ તો યુનિયન બૅન્ક અૉફ ઈન્ડિયાને જતિન મહેતાનાં કારણે 264.15 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. બંને બૅન્કો તરફથી ફરિયાદ મળ્યા પછી સીબીઆઈએ અલગ અલગ કેસોમાં બે એફઆઈઆર નોંધી છે. સીબીઆઈએ વિનસમ ડાયમંડ ઍન્ડ જ્વેલરીની વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે.
સીબીઆઈએ જતિન મહેતા અને અન્ય વિરુદ્ધ 3 કેસોમાં ફરિયાદ નોંધી છે, જેમાં એક વિદેશી નાગરિકનું પણ નામ સામેલ છે. 700 કરોડના આ બૅન્ક કૌભાંડમાં જતિન મહેતા અને અન્ય વિરુદ્ધ સીબીઆઈએ કુલ 9 કેસ નોંધ્યા છે.
 

Published on: Wed, 12 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer