હવે જાન્હવી કપૂર દેખાશે નાના પરદા પર

હવે જાન્હવી કપૂર દેખાશે નાના પરદા પર
બોલીવૂડના કલાકારો માટે ફિલ્મમાંથી ટીવી શો અને ટીવી સિરીઝમાંથી ફિલ્મોમાં અભિનય કરવાનું હવે તદ્દન સામાન્ય થઈ ગયું છે હવે આવા કલાકારોમાં એક નવું નામ ઉમેરાયું છે અને તે છે અભિનેત્રી જાન્હવી કપૂરનું. હકીકતમાં જાન્હવી કપૂરે ગયા વર્ષે તેની જેવા જ નવોદિત કલાકાર ઇશાન ખટ્ટર સાથે `ધડક' ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું અને હવે આ જ કહાણી ટીવીના ટચુકડા પરદા પર પ્રસ્તુત કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાન્હવી તેનો ટીવી શો કરશે.
`ધડક' એ મરાઠીમાં બનેલી ફિલ્મ `સૈરાટ'ની હિન્દી રિમેક હતી, જે ખૂબ જ સફળ નીવડી હતી અને તે પછી તો તેની બંગાલીમાં `નૂરજહાં', કન્નડમાં `માનાસુ મિલ્લામે' ઉડિયામાં `લૈલા ઓ લૈલા' તેમ જ પંજાબીમાં `ચન્ના મિરયા'ના નામથી ફિલ્મો બનાવવામાં આવી છે.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer