તાપસી પન્નુને ખાન `ત્રિમૂર્તિ'' સાથે કામ કરવાની ખ્વાહિશ

તાપસી પન્નુને ખાન `ત્રિમૂર્તિ'' સાથે કામ કરવાની ખ્વાહિશ
બોલીવૂડની ચુલબુલી અભિનેત્રી તાપસી પન્નુનું એમ કહેવું છે કે તેને ખાન-ત્રિમૂર્તિ એટલે કે સલમાન, આમિર અને શાહરૂખ ખાન સાથે કામ કરવાનું ખૂબ જ ગમશે. તાપસીને આ ત્રણે ખાન પૈકી કોઈની પણ સાથે ફિલ્મોમાં અભિનય કરવાનો મોકો મળ્યો નથી.
તાપસીએ જણાવ્યું હતું કે `મેં નાનપણથી ત્રણે ખાનની ફિલ્મો જોઈ છે, પરંતુ મારી મુશ્કેલી એ છે કે આ ત્રણેમાંથી શ્રેષ્ઠ એક્ટર કોણ હોઈ શકે તે હું નક્કી કરી શકતી નથી. શાહરૂખ રોમાન્સનો રાજા છે તો આમીર ખાનને એક્શન વધુ ગમે છે, જ્યારે સલમાન તો `હરફન મૌલા' એક્ટર છે તે દરેક રોલમાં સારો લાગે છે અને તેથી જ હવે હું આતુરતપૂર્વક આ ત્રણે ખાન-ત્રિમૂર્તિ સાથે ફિલ્મ કરવાની અૉફર ક્યારે થાય તેની રાહ જોઈ રહી છું.'
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer