સોનાલી બેન્દ્રે લઈ રહી છે એકવા થેરેપી ટ્રેનિંગ

સોનાલી બેન્દ્રે લઈ રહી છે એકવા થેરેપી ટ્રેનિંગ
બોલીવૂડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે આજકાલ એકવા થેરેપી ટ્રેનિંગ લઈ રહી છે. સોનાલી 2018માં કૅન્સરની બીમારીની સારવાર કરાવવા માટે અમેરિકા ગઈ હતી અને ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તાજેતરમાં ભારત પાછી ફરી હતી.
સોનાલી હવે તદ્દન સાજી થઈ ગઈ છે અને પોતાના પરિવાર એટલે કે પતિ ગોલ્ડી બદલ અને પુત્ર સાથે સમય વીતાવી રહી છે. સોનાલીએ અનેક વખત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કૅન્સરની સારવારને લગતી માહિતી અને પોતાના અનુભવો શેર કર્યા છે.
એકવા  થેરાપી ટ્રેનિંગ સેશન દરમિયાન સોનાલી પાણીની અંદર એક્સરસાઇઝ કરતાં નજરે પડે છે. સોનાલીના જણાવવા મુજબ પાણીની અંદર કસરત કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer