`83''માં કપિલની પત્નીનો રોલ દીપિકા ભજવશે

`83''માં કપિલની પત્નીનો રોલ દીપિકા ભજવશે
મુંબઈ, તા.12: બોલિવૂડનો નવો સુપરસ્ટાર રણવીર સિંહ હાલ ઇંગ્લેન્ડમાં સ્પોર્ટ્સ ફિલ્મ `83'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ 1983ના વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમ પર બની રહી છે. રણવીર સિંહ કપિલ દેવની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. હવે આજે સત્તાવાર રીતે જાહેર થયું છે કે આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીની ભૂમિકા દીપિકા પાદુકોણે ભજવશે. જે રીયલ લાઇફમાં રણવીરસિંહની પત્ની છે. હવે તે રીલ લાઇફમાં પણ તેની પત્ની બનશે. જો કે 83માં રોમી દેવ બનનાર દીપિકાનો રોલ નાનો હશે. આ બારામાં દીપિકાએ આજે પતિ રણવીર અને 83 ફિલ્મના ડાયરેક્ટર કબીરસિંહ સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર ચાહકો માટે શેર કરી છે.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer