કોહલી સૌથી વધુ કમાણી કરનારો ભારતીય ખેલાડી

કોહલી સૌથી વધુ કમાણી કરનારો ભારતીય ખેલાડી
વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં મેસ્સી પ્રથમ અને રોનાલ્ડો બીજા અને ફેડરર પાંચમાં ક્રમે

નાટિંગ્હામ, તા. 12 : સ્ટાર ક્રિકેટ વિરાટ કોહલી દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેની વાર્ષિક કમાણી 2 કરોડ 50 લાખ ડોલર સુધી પહોંચી ગઈ છે. ભારતીય કેપ્ટન આ યાદીમાં 17માં સ્થાનથી નીચે આવીને 100માં સ્થાન પર આવી ગયો છે.
ફુટબોલ સ્ટાર મેસ્સી કમાણીના મામલામાં પ્રથમ સ્થાન પર છે. ફોર્બ્સની યાદી જારી કરવામાં આવ્યા બાદ કહેવામાં આવ્યું છે કે, કોહલીને જાહેરખબર મારફતે 2.1 કરોડ ડોલર અને વેતન અને જીતથી મળનાર રકમ પૈકી 40 લાખ ડોલરની કમાણી થાય છે. છેલ્લા 12 મહિનામાં વિરાટ કોહલીની કમાણી 2.5 કરોડ ડોલર રહી છે. 
વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારમાં મોટાભાગે ફુટબોલ સ્ટાર રહ્યા છે. ટેનિસ, બાસ્કેટબોલનું પણ પ્રભુત્વ છે. બાસ્કેટ બોલ, ફુટબોલનું પ્રભુત્વ અકબંધ છે. 
સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓ
નામ                        કમાણી (મિલિયન ડોલરમાં) 
મેસ્સી                      (ફૂટબોલ)       127 
રોનાલ્ડો                   (ફૂટબોલ)       109 
નેમાર                      (ફૂટબોલ)       105 
અલ્વારેઝ                 (બોક્સિગ)      94 
ફેડરર                       (ટેનિસ)         94.4 
વિલ્સન                     (ફૂટબોલ)      89.5 
રોઝર્સ                       (ફૂટબોલ)      89.3 
જેમ્સ                        (બાસ્કેટ બોલ)89 
સ્ટિફન કેરી               (બાસ્કેટ બોલ) 79.8 
ડયુરેટ                     (બાસ્કેટ બોલ) 65.4
Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer