પેસેન્જર વાહનોનું વેચાણ મે''19માં 20 ટકા ઘટયું

પેસેન્જર વાહનોનું વેચાણ મે''19માં 20 ટકા ઘટયું
નવી દિલ્હી, તા.12 : સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ મે મહિનામાં 20.55 ટકા ઘટીને 2,39,347નું થયું, જે 2018ના મે મહિનામાં વેચાણ 3,01,238 યુનિટ્સનું હતું. 
કારનું વેચાણ 26.03 ટકા ઘટીને 1,47,546 યુનિટ્સનું થયું છે, જે ગત વર્ષના સમાન મહિનામાં 1,99,479 યુનિટ્સનું હતું, એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)ના આંકડા દર્શાવે છે. ટુ-વ્હિલરનું કુલ વેચાણ મે મહિનામાં 6.73 ટકા ઘટીને 17,26,206 યુનિટ્સનું હતું, જે મે-2018માં 18,50,698 યુનિટ્સનું હતું. 
કમર્શિયલ વાહનોનું વેચાણ 10.02 ટકા ઘટીને 68,847 યુનિટ્સનું હતું, એમ સિઆમે જણાવ્યું હતું. દરેક વાહનોનું વેચાણ 8.62 ટકા ઘટીને 20,86,358 યુનિટ્સનું થયું છે, જે મે 2018માં 22,83,262 યુનિટ્સનું હતું. 

Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer