વિધાનસભાની ચૂંટણીમાં દીકરા આદિત્યની ઉમેદવારીનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે લેશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : યુવાસેનાના વડા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી લડવી કે કેમ તે વિશે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે એમ પક્ષના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું છે.
રાઉતે જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર સત્તા ઉપર આવે તો આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનશે એવા પ્રશ્ન અંગે રાઉતે જણાવ્યું હતું કે ઠાકરે ડૅપ્યુટીનો હોદ્દો સ્વીકારે નહીં. તેઓનો પરિવાર મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં પ્રતિષ્ઠાભર્યુ સ્થાન ધરાવે છે.
મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત પાટીલ અને નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે મુખ્ય પ્રધાનપદ અંગેના નિવેદન અંગે પૂછવામાં આવતા રાઉતે જણાવ્યું હતું કે જ્યારે યુતિની ચર્ચા અને નિર્ણય થયો ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે જ હાજર હતા. તેથી મુખ્ય પ્રધાનપદ અંગે તેઓ જ ટિપ્પણ કરી શકે.
Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer