રાહુલ કૉંગ્રેસપ્રમુખ હતા, છે અને રહેશે સુરજેવાલા

રાહુલ કૉંગ્રેસપ્રમુખ હતા, છે અને રહેશે સુરજેવાલા
નવી દિલ્હી, તા. 12: લોકસભા ચૂંટણીમાં પક્ષને મળેલી કારમી હારને પગલે કોંગ્રેસ પહેલી વાર હરકતમાં આવ્યો છે: પક્ષ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે પક્ષના મહાસચિવ કેસી વેણુગોપાલ ટૂંક સમયમાં રાજ્યના પ્રભારીઓની બેઠક બોલાવશે, જેમાં આગળ ઉપરની રણનીતિઓ વિશે ચર્ચા કરાશે. આગામી સંસદીય સત્ર માટેની રણનીતિ વિશે ચર્ચા કરવા તથા ચાર રાજ્યોની વિધાનસભાઓની આગામી ચૂંટણી માટે પક્ષના વ્યૂહ અને તૈયારી વિશે ચર્ચા કરવા આજે પક્ષના સીનિયર નેતાઓની અવિધિસરની બેઠક એકે એન્ટનીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. પક્ષપ્રમુખપદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપવા કરેલી ઓફરને લઈ ચાલી રહેલી અટકળોને વિરામ આપતાં સુરજેવાલાએ ઉકત બેઠક બાદ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પક્ષના પ્રમુખ હતા, છે અને રહેશે. સુરજેવાલાએ સ્પષ્ટતા કરી હતી કે મીડિયામાં અટકળો પ્રવર્તી રહી છે તેનાથી વિપરીત હાલ તરત કોઈ કોર જૂથ નથી કારણ કે ચૂંટણી સંબંધિત તમામ સમિતિઓ અસ્તિત્વમાં નથી.
ઉકત બેઠકમાં અહમદ પટેલ, પી. ચિદંબરમ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, જયરામ રમેઈં, મલ્લિકાર્જૃન ખડગે, સુરજેવાલા અને વેણુગોપાલ હાજર રહ્યા હતા.
Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer